વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા। દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આ વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા। દુર્બુદ્ધિને દુર કરી સદ્બુદ્ધિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ ભુલો પડી ભવરણે ભટકુ ભવની, સુઝે નહી લગિર કોઈ દિશા જવાની । ભાસે ભયંકર વળી મનના ઉતાપો, મામ્ પાહી ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ આ રંકને ઉગરવા નથી કોઈ આરો, જનમાન્ધ છું જનની હુ ગ્રહિ બાળ તારો । ના શું સુણો ભગવતિ શિશુ ના વિલાપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ મા કર્મ જન્મ કથની કરતા વિચારૂં, આ સૃષ્ટિમં તુજ વિના નથી કોઈ મરૂં । કોને કહું કઠણ યોગ તણો બળપો, મામ્ પહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો, આડંબરે આતી ઘણો મદથી બકેલો । દોષો થકી દુષિત ના કરી માફ પાપો, મામે પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ ના શસ્ત્ર ના શ્રવણનું પયપાન પીધું, ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કીધું । શ્રધ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો, મામ્ પાહિ ઓમ ભગવતી ભવદુઃખ કાપો ॥ રે રે ભવાની બહુ ભૂલ થઈ જ મારી, આ જિંદગી થઈ મને અતિશય અકારી । દોષો પ્રજાળી સધળા તવ છાપ છાપો,મામ્ પાહિ ઓમ્ ભગવતિ ભવદુઃખ કાપો ॥ ખાલી ન કોઈ સ્થળ જે વીણ આપ ઘારો, બ્રહમાંડમાં અણુ અણુ મહી વાસ તારો । શક્તિ ન માપ ગણવા અગણિત માપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો । પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો, ખોટો ખરો ભગવતિ પણ હું તમારો । જાડયાંધકાર  કરી દુર સદ્બુદ્ધિ આપો, મામ્ પાહી ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ શીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે, તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચીતે । વાધે વિશેષ વળી અંબા તણા પ્રતાપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ॥ શ્રી સદ્ગુરૂ શરણમાં રહીને યજું છું, રાત્રિ દિને ભગવતિ તુજને ભજું છું । સદ્ભક્ત સેવક તણા પરિતાપ છપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો ।। અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની, ગાઉ સ્તુતિ તવ બળે નમીને મૃડાની । સંસારના સકળ રોગે સમૂળ કાપો, હે માતા કે શવ કહે તવ ભક્તિ આપો, મામ્ પાહિ ઓમ ભગવતિ ભવદુઃખ કાપો । vishwambhari stuti , . , .. , . , .. , . , .. , . , .. , . , .. , . , .. , . , .. , . , . , .   , .. , . , .. , . , .. , . , , . SOURCE: http://www.yugalsarkar.com/lyrics/vishwambhari-stuti-Lyrics